Akha Teej (Akshaya Tritiya)
ॐ
वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात्। पूर्णन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात्परं किमपि तत्वमहं न जाने ॥
जिनके हाथों में बंसी (बांसुरी) शोभायमान है, जो नवीन वर्षा के बादलों (नवनीरद) की तरह नीले-काले वर्ण के हैं, जिन्होंने पीले वस्त्र धारण किए हैं, जिनके होंठ बिंब फल की तरह अरुण (लाल) हैं, और जिनका मुख पूर्णिमा के चंद्रमा की तरह सुंदर है तथा आंखें कमल के समान हैं, उन श्री कृष्ण के अतिरिक्त मैं और किसी सर्वोच्च तत्व को नहीं जानता।
कृत्स्नस्य योऽस्य जगतः सचराचरस्य कर्ता कृतस्य च तथा सुखदुःखदाता ।
संसारहेतुरपि यः पुनरंतकाले तं शंकरं शरणदं शरणं व्रजामि ॥
जो चराचर प्राणियो सहित इस सम्पूर्ण जगत्को उत्पन्न करनेवाले हैं, उत्पन्न हुए जगत्के सुख-दुःख में एकमात्र कारण हैं तथा अन्तकाल में जो पुनः इस विश्व के संहार में भी कारण बनते हैं, उन शरणदाता भगवान् श्रीशङ्कर की मैं शरण लेता हूँ।
यं योगिनो विगतमोहतमोरजस्का भक्त्यैकतानमनसो विनिवृत्तकामाः ।
ध्यायंति येऽखिलधियोऽमितदिव्यभूतिं तं शंकरं शरणदं शरणं व्रजामि ॥
जिनके हृदय से मोह, तमोगुण और रजोगुण दूर हो गये हैं, भक्ति के प्रभाव से जिनका चित्त भगवान्के ध्यान में लीन हो रहा है, जिनकी सम्पूर्ण कामनाएँ निवृत्त हो चुकी हैं और जिनकी बुद्धि स्थिर हो गयी है, ऐसे योगी पुरुष अपरिमेय दिव्यभाव से सम्पन्न जिन भगवान् शिव का निरन्तर ध्यान करते रहते हैं, उन शरणदाता भगवान् श्रीशङ्कर की मैं शरण लेता हूँ।
मंगलाचरण
पहेले नमाता शीष बालक श्री विनायक के चरण । नाम लेते आपका होता अमंगल का हरण ॥
अब निभाना नाथ हमको पाल के अपना परण । रक्षा करो रक्षा करो हम आपकी आये शरण ॥
मांगता बालक यही सदबुद्धि दो माँ शारदे । भाव दो ऐसा की सर्वस देश धर्म पर वार दे ॥
आत्मीयता राष्ट्रीयता की ज्योति मन में दो जगा । झंकार वीणा की करो विपदा जगत से टार दे ॥
जिन चरणन का चिंतन करते हो जाता है अतुल प्रकाश ।
जय जय हो ऐसे सद्गुरु की ध्यान करे दुखड़ा कुल नाश ॥
एक बात सब से बड़ी सदा संत समजाय । जो जैसा चिंतन करे वो वैसा बन जाय ॥
Welcome to the blog post of JMBO, a humble initiative dedicated to the exploration of timeless Vedic knowledge, and the spirit of selfless human service. Rooted in the devotional traditions guided by reverence for the God as the embodiment of consciousness and transformation, we seek to share reflections that unite spirituality with compassionate action. With a foundation commitment to upliftment through service to humanity, and practical applications of Sanatan teachings in daily life, this platform aspires to inspire seekers toward inner purity and meaningful contribution to the world. Here, we aim to reflect on nurturing a deeper connection with truth, consciousness, and universal well-being.
અખાત્રીજ (અક્ષય તૃતીયા) – વૈશાખ સુદ ત્રીજ
अस्यां तिथौ क्षयमुर्पति हुतं न दत्तं। तेनाक्षयेति कथिता मुनिभिस्तृतीया॥
उद्दिष्य दैवतपितृन्क्रियते मनुष्यैः। तत् च अक्षयं भवति भारत सर्वमेव॥
“અક્ષય (અખા)”
ક્યારેય ન નાશ પામનાર. ભગવાનની કૃપા જ “અક્ષય” હોય જે ક્યારેય ખૂટતી નથી. જીવ માત્ર નો ઉધ્ધાર કરવા માટે નિરંતર વહેતી રહે છે, અને દરેક જીવ માટે ઉપલબ્ધ છે. બસ, જેવો જીવ અધિકારી બને એટલે તુરત જ અનુભવાય છે.
“ત્રીજ”
વૈદિક દૃષ્ટિએ “ત્રીજ”, ત્રિગુણ – સત્વ, રજસ, તમસ ના અદ્વૈતપણાનું, એકત્વનું, સંતુલનનું, પ્રતિક હોવાથી આ તિથિ આધ્યાત્મિક રીતે શક્તિશાળી ગણાય છે. પુરાણો અનુસાર “શક્તિ” ના સ્વરૂપ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપ કર્યું હતું. આધ્યાત્મિક દૃષ્ટિએ તપસ્યા, સમર્પણ અને શ્રદ્ધા ના મૂર્તિમંત સ્વરૂપ માતા પાર્વતી ત્રણે પ્રાકૃતિક ગુણો ઉપર સ્વામિત્વ પ્રાપ્ત કરી આ તિથિએ શિવત્વ ના અધિકારી બન્યા હતા.
ભગવાન શ્રીકૃષ્ણનો ભગીનીપ્રેમ અને સતી દ્રૌપદીને અક્ષયપાત્રનો પ્રસાદ
સનાતન ધર્મમાં દ્રૌપદી, એ દયાનો અવતાર છે. દયા ના પાંચ પતિ હોય છે – ધર્મ (યુધિષ્ઠિર), બળ (ભીમસેન), જીવ (અર્જુન), સદવિચાર (નકુળ), અને સદવ્યવહાર (સહદેવ).
દયા એ શુધ્ધ હૃદય, ભગવાનની અહૈતુક પ્રેમભક્તિ અને સેવા ના સમન્વયનું પ્રતીક છે. ભગવાન સૂર્યનારાયણ દયાવાન જીવ ના પ્રત્યક્ષ કર્મ-સાક્ષી બની જીવ નું પોષણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણની અનુકંપા, ભગવાન સૂર્યનારાયણે કૃપા કરીને દ્રૌપદી ને અક્ષયપાત્ર નો પ્રસાદ આપ્યો.
ભગવાન માં અડગ શ્રધ્ધા, વિશ્વાસ, અને ભગવાન સાથે અંદર થી “જીવંત સંબંધ” … આ જ પાત્રતાએ દ્રૌપદીને ભગવાનની કૃપા અક્ષયપાત્ર ના સ્વરૂપે મેળવી આપી. જ્યાં પાત્રતા હોય ત્યાં ભગવાનની કૃપા ક્યારેય ખૂટતી નથી.
નર-નારાયણ ભગવાન નું પ્રાકટ્ય
સૃષ્ટિ ના સર્જન વખતે સર્વપ્રથમ ભગવાન નું વેદવાણી રૂપે, વર્ણમાળા ના ૧૬માં અને ૨૧માં અક્ષરો “ત” અને “પ” (સાથે મળીને “તપ”) દ્વારા પ્રકટ કરેલ નિષ્કામ ભક્તિ ના સર્વોચ્ચ સાધન ને પુનઃસ્થાપિત કરવાની લીલા.
ભગવાન સ્વયં માનવરૂપ લઈને જીવને માર્ગ બતાવે છે. એટલે ભગવાનની કૃપા માત્ર આશીર્વાદ રૂપે નહીં, પણ માર્ગદર્શન રૂપે પણ મળે છે.
તપનો સાચો હેતુ છે:
- મનની શુદ્ધિ
- ઇન્દ્રિય નિયંત્રણ
- અહંકારનો નાશ
જ્યારે આ ત્રણે વિકાર દૂર થાય છે, ત્યારે મન પરમાત્મા ની કૃપા માટે માટે યોગ્ય પાત્ર બને છે. તપ થી ચિત્ત શુદ્ધિ, શુદ્ધિ થી જ્ઞાન, અને જ્ઞાન થી મુક્તિ નો પ્રસાદ પ્રાપ્ત થાય છે. “હું શરીર નથી, હું આત્મા છું” – આ અનુભવ જ મુક્તિ છે.
હયગ્રીવ ભગવાન નું પ્રાકટ્ય
હયગ્રીવ ભગવાને સમય ના ફેર થી અદ્રષ્ટ થયેલા વેદોનું (સત્ય, ધર્મ અને મૂલ્યોનું) રક્ષણ કર્યું, અને યોગ્ય પાત્રને (બ્રહ્માજી) ફરી વેદજ્ઞાન નો પ્રસાદ આપ્યો. ભગવાને અશ્વમુખ અવતાર-લીલા દ્વારા સંસારને બતાવ્યું કે અક્ષય જ્ઞાનપ્રાપ્તિ માટે તડપ, દ્રઢ મનોબળ અને સતત સતર્કતા ની સાથે સાથે સુમતિ-પ્રભુકૃપા પણ જરૂરી છે.
પરશુરામ ભગવાન નું પ્રાકટ્ય
પરશુ – દોષ નો નાશ કરતા સાધન નું પ્રતીક
રામ – તપ, સંયમ, અને સત્ય ના માર્ગ પર ચાલનાર
ભગવાને લીલા અવતાર દ્વારા સંસાર માં પ્રસ્થાપિત કર્યું કે, રાજા એ ઈશ્વર નો અંશ હોય છે અને એટલે રાજાનો ક્ષાત્રત્વ (રાજ) ધર્મ છે ગૌ, બ્રાહ્મણ અને દેવતા ની સેવા. રાજા માં બળ હોય પણ સંયમ અને સહનશીલતા ના હોય તો ધર્મરાજ્ય ને બદલે પ્રજાનો વિનાશ સર્જાય.
ભગવાને રાજા ના કર્તવ્યની સીમા પણ બાંધી દીધી. સેવા પછી ભોગ નહીં પણ ત્યાગ!!
પ્રજાદ્રોહી રાજા એ અધર્મી રાજા છે અને એનું અસ્તિત્વ ઈશ્વરને પોતાના અંશ તરીકે મંજૂર હોતું નથી. જેમ ડાકુ નું અસ્ત્ર હિંસક છે અને ડૉક્ટર નું અસ્ત્ર અહિંસક છે, એવીજ રીતે બ્રાહ્મણદ્રોહી રાજા (નેતા) પૃથ્વી પર રહી શકે નહીં. ભગવાને લીલામાં ૨૧ વખત ભ્રષ્ટ રાજાઓ (નેતાઓ) ને નષ્ટ કરી લીલામાં બતાવ્યું કે આવા રાજાઓ ને નષ્ટ કરવા પડે. અધ્યાત્મ દ્રષ્ટિએ મનુષ્યશરીરને પ્રતિનિધિત્વ કરતા ૨૧ તત્વો (૫ કર્મેન્દ્રિયો, ૫ જ્ઞાનેન્દ્રિયો, ૫ પ્રાણ, ૫ મહાભૂત અને ૧ મન) ના પ્રાકૃતિક વિકારોને નાથીએ તોજ ભગવદમય બની શકાય.
ભગવાન પરશુરામે પોતાની લીલા ને વિશ્રામ આપતા પહેલા મિથિલાપુરીમાં ઋષિમંડળ ની સ્થાપના કરી, અને મનુષ્યતાના પુનરોધ્ધાર માટે પૂર્ણ પુરુષોત્તમ ના મર્યાદા સ્વરૂપની રૂપરેખા બનાવી. અંતે સચ્ચિદાનંદ પરમધામ ભગવાન રામને જનકપુરીમાં ભેગા થયેલા દુનિયાના તમામ રાજાઓ વચ્ચે શ્રેષ્ઠ પુરવાર કરી માનવ કલ્યાણના અભ્યુદય માટે આ ચિરંજીવી અવતાર તપસ્યામાં લીન થઈ ગયા.
દ્વારકાપુરીમાં સખા દિવસ નું પ્રાકટ્ય
પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ અને મિત્ર સુદામા બ્રાહ્મણ નું અલૌકિક મિલન, સનાતન સંસ્કૃતિ નો મહાન પ્રેમ સંદેશ છે.
ઘટ ઘટ માં બિરાજમાન વાસુદેવ માટે કોણ ખાય અને કોના પેટમાં જાય? પરંતુ સમાજને સમજાવ્યું કે, “ગુરુ સે કપટ ઔર મિત્રસે ચોરી…” જીવનમાં દરિદ્રતા લાવે છે. “બ્રાહ્મણત્વ” એ મનુષ્ય ના સંસ્કાર મંથનનો ક્રમશ: ચોથો પડાવ છે, જ્યારે જીવ યથાર્થમાં પ્રવેશ કરે છે. હા, જીવ ની યથાર્થ યોગ્યતા સ્વયં ભગવાન સુનિશ્વિત કરેછે કે આ જીવ માત્ર બહાર થી જ બ્રાહ્મણ છે કે અંદર થી પણ.
ભગવાન ની લીલા સહયોગી, સુદામા બ્રાહ્મણ ના પત્ની માં સુશીલાદેવી. માતા સુશીલાદેવી, મિત્ર ને ભગવાન સુધી પહોચાડનાર શક્તિ. ગરીબીમાં પણ ફરિયાદ નહીં, અસંતોષ નહીં. અને માગીને પણ ભગવાન માટે શુભ સંકેત ની ભેટ (ધાન્ય) લાવે, ભગવાનની “અન્નપૂર્ણા” બને. જે પરિવાર માટે ભગવાનનો દરવાજો ખોલે, ભગવાન તેના ઉપર કૃપાનો દરવાજો ખોલે.
વૃંદાવન ધામ માં ભગવાનના ચરણકમળ નું વાર્ષિક દર્શન
ભગવાન ના ચરણો ના દર્શન એટલે ભગવાન ની સાક્ષી માં કરેલો સંસાર ની સેવા નો સંકલ્પ – અંદર થી હેતુ રહિત સારા બનો અને સંસારને સારા બનાવો. જ્યારે મનુષ્ય મંદિર માં દર્શન કરવા જાય છે ત્યારે મનુષ્ય ના ચરણ (સેવા ભાવ) પ્રથમ મંદિર માં પ્રવેશ કરે છે અને પછી માથું (જ્ઞાન ભાવ). ભગવાન ના ડાબા પગ ના અંગૂઠા નો સંબંધ ભગવાન ના ભગ તત્વ સાથે છે. એટલે જ ભક્તો નું મસ્તક ભગવાન ના ચરણો માં સદા વંદિત રહે છે.
માં ભગવતી અન્નપૂર્ણા નું પ્રાકટ્ય
પરમાત્માની મૈથુનીસૃષ્ટિ માં જીવ ના આત્મકલ્યાણ સાધનો જેવાકે યજ્ઞ, પાઠ, પૂજા, નામ સ્મરણ, ઇત્યાદિ ના સફળ અનુસંધાન માટે જીવને તુષ્ટિ, પુષ્ટિ અને સંતુષ્ટિ નું અક્ષય દાન કરવા માટે માં ભગવતી અન્નપૂર્ણા નું પ્રાકટ્ય થયું હતું. ભગવાન ની કૃપા, જીવ ના જન્મ પહેલાં માતા ના શરીરમાં અન્નપૂર્ણા માં નો પ્રાર્દુભાવ… જીવ માટે ભોજન ની વ્યવસ્થા!! હે જીવ, તું ભગવાન ઉપર અડગ શ્રદ્ધા અને વિશ્વાસ રાખ, ભગવાન ને તેના ભક્ત ની ખૂબ કાળજી રાખતા હોય છે.
કનકધારા સ્રોત્રનું પ્રાકટ્ય
ભગવાન આદિ શંકરાચાર્ય દ્વારા રચિત આ મહાન સ્ત્રોત નો મૂળ સંદેશ એ છે કે હૃદય થી થયેલ સ્તુતિ ભગવાનની દયાશક્તિ અને કરુણાશક્તિ ને જગાડે છે. ભગવાનની ભાવશક્તિ ભક્તોને શાંતિ, સંતોષ, સકારાત્મકતા અને ભક્તિનું દાન કરે છે. જ્યારે શુધ્ધ હૃદયમાં ભક્તિ અને વિનમ્રતા એક થાય ત્યારે ભગવાન ની અક્ષય કૃપાની પ્રાપ્તિ થાય.
માં ગંગા નું પ્રાકટ્ય
માં ગંગા ની પ્રાકટ્ય લીલાનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ:
- સ્વર્ગથી પૃથ્વી સુધીનો અવતરણ, “કૃપાનો પ્રવાહ”
- ભગીરથની તપસ્યા, “પ્રયત્ન અને કૃપાનો સમન્વય”
- ભગવાન શિવનો આશ્રય, “અહંકારનો નિયંત્રણ”
- પાપવિનાશી શક્તિ, “આંતરિક શુદ્ધિ”
- સતત વહેતો પ્રવાહ, “જીવનનો ધર્મ”
- સર્વને સ્વીકારતી, “સમાનતા અને દયા”
- પૂર્વજ મુક્તિ, “કર્મમુક્તિનો માર્ગ”
ભગવાન રામ ના પૂર્વજ રાજા અંશુમાન, તેમના પુત્ર રાજા દિલીપ અને તેમના પુત્ર રાજા ભાગીરથ… એમ જ્યારે ત્રણ પેઢીએ માં ગંગા ના અવતરણ માટે પોકાર લગાવ્યો ત્યારે માં નું ધરતી પર આગમન થયું છે.
રાજા અંશુમાન – પ્રયાસની શરૂઆત, રાજા દિલીપ – પ્રયત્નની સ્થિરતા, રાજા ભાગીરથ – પૂર્ણ મુક્તિ
આ વંશાવળી સંદેશ આપે છે:
- પૂર્વજોના કર્મોનો પ્રભાવ સંતાન પર પડે છે.
- તપ અને પ્રયત્નથી ભૂતકાળના બંધન તોડાય શકે છે.
- એક વ્યક્તિ સમગ્ર વંશનું ઉદ્ધાર કરી શકે છે.
સંસ્કૃતિ
પ્રકૃતિના નિયમાનુસાર, સંસ્કાર કરેલી પધ્ધતિ એ જ સંસ્કૃતિ.
આ પધ્ધતિ નો એક અંશ એ સભ્યતા.
સંસ્કૃતિનો આધાર અનુભવ-જ્ઞાન ઉપર હોય છે, જ્યારે સભ્યતાનો આધાર બુદ્ધિ-જ્ઞાન ઉપર હોય છે અને એટલે જ સંસ્કૃતિ નિત્ય અને સભ્યતા પરિવર્તનશીલ હોતી હોય છે.
દેશ, કાળ, પરિસ્થિતિ પ્રમાણેની સભ્યતા કોઈના માટે અમંગળકારી પણ હોઈ શકે, પરંતુ સંસ્કૃતિ સર્વદેશ, સર્વકાળ અને બધા માટે સર્વદા શુભ જ હોતી હોય છે. સંસ્કૃતિ કોઈ મનુષ્યની ઉપજ નથી, પરંતુ સનાતન આદિ થી છે.
સંસ્કૃતિનો અનાદર મનુષ્યના પતનનું મૂળ કારણ, અને સંસ્કૃતિનો આદર એ વિકાસનો આધાર!
સંસ્કૃતિરૂપી ધરતીમાં ધર્મરૂપી વૃક્ષ અલૌકિક શોભા પામેછે. જેમ વૃક્ષમાં ફળ, ફૂલ, પાંદડા, ડાળીઓ ઇત્યાદિ અનેક અંગો હોય છે, એવી રીતે બધા જ સંપ્રદાય ધર્મરૂપી વૃક્ષના અંગો છે.
પ્રાકૃતિક સાર્વજનિક સાધન એ ધર્મ, અને વ્યકિતગત સાધનનું નામ સંપ્રદાય!
“સંસ્કૃતિયુક્ત ધર્મ” જ વાસ્તવમાં હિંદુત્વ છે.
પ્રકૃતિ નો અધિકારી મનુષ્ય (જીવત્વ માંથી શિવત્વ તરફ જઈ રહેલ જીવ) કોઈનો ઋણી નથી રહેતો અને એની પ્રસન્નતા કોઈબીજા ઉપર નિર્ભર રહેતી નથી. ધર્મ-વિજ્ઞાન, અધ્યાત્મ-વિજ્ઞાન અને યોગ-વિજ્ઞાન આ ત્રણે સંસ્કૃતિના મુખ્ય અંગો છે. ધર્મ-વિજ્ઞાન થી મનુષ્યનું જીવન સુંદર થઈ જાય છે, અધ્યાત્મ-વિજ્ઞાન થી સર્વ પ્રકારની પરતંત્રતા દૂર થઈ જાય છે, અને યોગ-વિજ્ઞાન થી ભક્તિ શક્તિ નો પ્રાર્દુભાવ થાય છે.
મનુષ્યતા ની આ સનાતન શાશ્વત સંસ્કૃતિ ના સરળ ચાર ચરણ વર્ણવી શ્રી કૃષ્ણાર્પણમસ્તુ!!
- તપ (પ્રારબ્ધ ને પ્રસન્નતા થી ભોગવવું)
- વ્રત (સ્વ કલ્યાણ હેતુ દ્રઢ સંકલ્પ કરવો)
- પ્રાયશ્ચિત (થયેલી ભૂલ ફરી થવા ન દેવી)
- પ્રાર્થના (અહિંસક માર્ગે પ્રભુ ને આદ્ર પોકાર)
વિશ્વહિત માટે JMBO ની સનાતન પ્રાર્થના
दुर्जन: सज्जनो भूयात् सज्जन: शान्तिमाप्नुयात् ।
शान्तो मुच्येत बन्धेभ्यो मुक्तश्चान्यान् विमोचयेत् ॥
દુર્જન સજ્જન બની જાય, સજ્જન શાંતિ પ્રાપ્ત કરે. શાંત મનુષ્ય સર્વ બંધનો થી મુક્ત થઈ જાય, મુક્ત મનુષ્ય અન્ય મનુષ્યો ને જન્મ મૃત્યુ ના બંધન માંથી છોડાવવા માટે સમર્થ બને.
स्वस्ति: प्रजाभ्यः परिपालयंतां न्यायेन मार्गेण महीं महीशाः ।
गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनोभवंतु॥
પ્રજા નું કલ્યાણ થાય, રાજા ન્યાયોચિત માર્ગ થી પૃથ્વી નું શાસન કરે. ખેતી (કૃષિ) અને દૂધ માટે ગાય માતા નું અને જ્ઞાન ના વિસ્તાર માટે બ્રાહ્મણો નું સદા કલ્યાણ હો.
काले वर्षतु पर्जन्यः । पृथिवी सस्यशालिनी ।
देशो यं क्षोभरहितः । ब्राह्मणास्सन्तु निर्भयाः॥
દરેક મનુષ્ય સુખી હો, વાદળો સમયસર વર્ષા કરે, ધરતી માં સદા હરીભરી રહે. આ વિશ્વ આનંદમય બને, બ્રાહ્મણોને કોઈ પ્રકારનો ભય ના રહે.
ॐ सर्वे भवन्तु सुखिनः । सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु । मा कश्चित् दुःख भाग्भवेत्॥
સમસ્ત પ્રાણી સુખ પામે, દરેક મનુષ્ય નીરોગ રહે. દરેક મનુષ્ય ચારિત્ર્યવાન રહે, કોઈ મનુષ્યને કોઈ પ્રકારની વહેચણી માં દુઃખ ના થાય.
सर्वस्तरतु दुर्गाणि सर्वो भद्राणि पश्यतु ।
सर्वः कामानवाप्नोतु सर्वः सर्वत्र नन्दतु ॥
દરેક મનુષ્ય સંકટો-કઠિનાઈઓ ને પ્રારબ્ધ ગણી પાર કરી લે, દરેક મનુષ્ય સર્વત્ર માં પ્રભુની શુભ છબી નું દર્શન કરે. દરેક મનુષ્ય વાંછિત જીવિકા પ્રાપ્ત કરે, બધા મનુષ્યો સર્વત્ર પ્રસન્ન રહે.
स्वस्ति मात्र उत पित्रे नो अस्तु स्वस्ति गोभ्यो जगते पुरुषेभ्यः ।
विश्वं सुभूतं सुविदत्रं नो अस्तु ज्योगेव दृशेम सूर्यम् ॥
અમારા પિતૃઓનું કલ્યાણ હો, ગાય માં નું કલ્યાણ હો, જગતનું અને મનુષ્યમાત્રનું કલ્યાણ હો. અમારા દરેક આત્મીયજન સુખી અને મંગલમય જ્ઞાન થી યુક્ત હો. અમને દીર્ધકાળ સુધી ભગવાન સુર્યનારાયણ નું દર્શન પ્રાપ્ત હો.
सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः ।
अन्यो अन्यमभि हर्यत वत्सं जातमिवाघ्न्या ॥
જેમ ગાયમાતા પોતાના વાછરડાને પ્રેમ કરે છે તેમ બધા મનુષ્યો પોતાનાહૃદય માંથી વેરભાવના દૂર કરી એકબીજાને પ્રેમ કરે.
अनुव्रतः पितुः पुत्रो मात्रा भवतु संमनाः ।
जाया पत्ये मधुमतीं वाचं वदतु शन्तिवाम् ॥
સંતાનો, પિતાનો સંકલ્પ પૂર્ણ કરે અને માતા ના આજ્ઞાકારી હો. પત્ની પોતાના પતિ સાથે શાંતિપૂર્ણ મીઠી વાણીમાં બોલે.
मा भ्राता भ्रातरं द्विक्षन् मा स्वसारमुत स्वसा ।
सम्यञ्चः सव्रता भूत्वा वाचं वदत भद्रया ॥
ભાઈઓમાં કલેશ ના હોય, બહેનોમાં ઈર્ષ્યા ના હોય, પરિવારમાં સર્વે એકમત અને એકવ્રત ધારણ કરે અને કોમળ વાણી નો પ્રયોગ કરે.
ज्यायस्वन्तश्चित्तिनो मा वि यौष्ट संराधयन्तः सधुराश्चरन्तः ।
अन्यो अन्यस्मै वल्गु वदन्त एत सध्रीचीनान् वः संमनसस्क्र्णोमि ॥
મનુષ્યો હૃદયથી પરસ્પર સહયોગી બની પ્રગતિ પામે, કદાપિ અલગ ના રહે. એકબીજાને આનંદિત કરતા સાથે મળીને કઠિન રસ્તો પર કરો. એકબીજાને મધુર ભાષણથી સાથે ચાલો અને મળીને રહો.
सध्रीचीनान् वः संमनसस्कृणोम्येकश्नुष्टीन्त्संवननेन सर्वान् ।
देवा इवामृतं रक्षमाणाः सायंप्रातः सौमनसो वो अस्तु ॥
જેમ દેવતાઓ સાથે મળીને અમૃતની રક્ષા કરે છે તેમ મનુષ્યો એક મન વાળા બની દરેક સમયે કોઈપણ ઉદ્દેશનું એકસાથે અનુસરણ કરો.
JMBO ની પ્રત્યેક સભ્ય ના વતી પ્રભુને પ્રાર્થના
वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः ।
स्मृत्यां शिरस्तव निवासजगत्प्रणामे दृष्टिः सतां दर्शनेऽस्तु भवत्तनूनाम् ॥
ભગવાન!
મારી વાણી તમારી કૃપાથી તમારા ગુણકીર્તન ગાયા કરે, મારા કાન તમારી લીલાકથા નો અમૃતરસ પીતા રહે, મારા હાથ તમારી સેવાકાર્ય માં અને મારું મન તમારા ચરણો ના ચિંતન માં સદા મગ્ન રહે, મારું મસ્તક તમારા આ સંસાર-વિગ્રહ ને પ્રણામ કરવા ઝુકેલું રહે અને મારી આંખો તમારા અંશરૂપ સંતો ના દર્શન કરતી રહે.
God Love
Lord Ved Vyas separated one Sanaatan Dharma Veda into the four Vedas under the names of Rgveda, Yajurveda, Samaveda and Atharvaveda. The Itihasas and the Puranas are called the fifth Veda. Then later sages divided their respective Vedas into more than one branches. In this way through their pupils, pupils’ pupils and the pupils of these later the four Vedas came to be divided into so many branches.
However, Lord Ved Vyas’ heart was not satisfied with it. Feeling uneasy at heart, the sage, who knew the secret of Dharma (righteousness), sat reflecting in a secluded spot on the holy bank of the river Saraswati, and said to himself – my soul it seems has not yet realized its true nature (oneness with Brahm). Is it because I have not yet fully expounded the virtues that enable one to attain the Lord?
In the response, Lord Narad had replied : You have failed to ‘sing adequately’ the stainless glory of the Lord. I consider that wisdom to be deficient, which does not tend to please the Lord. The composition which, though faulty in diction, consists of verses each of which contains the names of the immortal Lord, bearing the impress of His glory, wipes out the sins of the people. A servant of Lord never returns to this world, consisting of birth and death, like others even if by accident he turns averse to Him at any time. When I had carried out His behest, Lord blessed me with Self-Knowledge, mystic powers and loving Devotion to His feet… Aanand!!
